Thursday, February 8, 2018

રાષ્ટ્રની જય ચેતનાનુ ગાન વંદે માતરમ્

વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ !
રાષ્ટ્રની જય ચેતનાનુ ગાન વંદે માતરમ્
રાષ્ટ્રભક્તી પ્રેરણાનુ ગાન વંદે માતરમ્ ..ધ્રુ..

વંશીના વેહતા સ્વરૉનો પ્રાણ વંદે માતરમ્
ઝલ્લરી ઝનકાર ઝનકે નાદ વંદે માતરમ્
શંખનો સંઘોષ ચહુદિશ નાદ વંદે માતરમ્ ..1...

સ્રુષ્ટીના બિજમંત્રનો છે મર્મ વંદે માતરમ્
રામ ના વનવાસ કેરુ કાવ્ય વંદે માતરમ્
દિવ્ય ગીતા જ્ઞાનનો આધાર વંદે માતરમ્ ..2...

હલ્દિઘાટીના કણોમા વ્યાપ્ત વંદે માતરમ્
દિવ્ય જોહર જ્વાલનુ છે તેજ વંદે માતરમ્
વીરોના બલિદાન નો સિંહનાદ વંદે માતરમ્ ..3...

કરશુ પાદાક્રાન્ત ધરતી ગર્જન વંદે માતરમ્
અરિદલ થરથર કંપે સૂની નાદ વંદે માતરમ્
વીર પુત્રોનો અમર લલકાર વંદે માતરમ્ ..4..

No comments:

Post a Comment