જય મહા મંગલે જય સદા વત્સલે
સાગર વલયાંકિતે નગાધિરાજ શોભિતે
તુજ સમાન વિશ્વ મહી પુણ્ય ભૂમી કોઈ ના
ઋષિ મુનિગણ દેવ તણિ જન્મ ભુમી વંદના ...૧
તવ પુત્રે પ્રથમ દિને બીજ મંત્ર ગાન કર્યું
ગંગા સિંધુ તીરે થી અમૃતમય જ્ઞાન વહ્યું
તિમિર મુક્ત વિશ્વ કરે માતેશ્વરી અર્ચના ...૨
પાવન પયપાન કરી તવ પુત્રો સિદ્ધ થયા
માનવત્વ રક્ષણાર્થ ત્યાગી સર્વસ્વ રહ્યા
રન્તિદેવ શિબિ દધીચી તવ ઉર ની સર્જના ...૩
પ્રાચીન સંસ્કાર ધાર અવિરત અક્ષુણ્ણ હો
માતૃ ભૂમી વિશ્વ તની પાવન ઉદ્ધારક હો
શુભ કાર્યે શીશ ચઢે એકમેવ ઝંખના ...૪
No comments:
Post a Comment